Breaking

Thursday, January 13, 2022

Paracetamol નામે ઓળખાતી તેમજ સારા એવા પ્રમાણમાં વપરાતી દવા શારીરિક પીડાને કેવી રીતે મટાડે છે ?

 Paracetamol નામે ઓળખાતી તેમજ સારા એવા પ્રમાણમાં વપરાતી દવા શારીરિક પીડાને કેવી રીતે મટાડે છે ?





👍ઇ.સ. 1890 દસકામાં શોધાયેલી પેરાસીટામોલ માનવ શરીરમાં ચોક્કસ કઈ જીવ રાસાયણિક પ્રક્રિયા કરે તે વર્ષો સુધી ચોક્કસપણે જાણી શકાયું નહીં. પેરાસીટામોલ નો ઓષધીય વપરાશ 1950ના દસકામાં શરૂ કરવામાં આવ્યો. 2010 11 દરમ્યાન બ્રિટનની king's college ની પ્રયોગશાળામાં કરાયેલ રિસર્ચ અનુસાર પેરાસીટામોલ કરોડરજ્જુમાં થતી નૈસર્ગિક ક્રિયામાં રુકાવટ આણે છે, જેને કારણે શારીરિક વેદનાના સિગ્નલ મગજ સુધી પહોંચતાં નથી. શરીરનું પીડા માપક કેન્દ્ર મગજમાં છે. રિસર્ચ અનુસાર વ્યક્તિ જ્યારે પીડાસમન માટે પેરાસીટામોલ ની ટીકડી લે ત્યારે એ દવા N-acetyl-p-bezoquinone imine/NAPQI નામનું જીવ રસાયણ તે વ્યક્તિની કરોડરજ્જુ માં પેદા કરે છે. કરોડરજ્જુઓના જ્ઞાનતંતુઓમાં નાકાબંધી થાય છે અને પીડાના સિગ્નલો ત્યાં જ અટકી પડે છે. મગજને પીડાનો સંદેશ મળતો નથી માટે વ્યક્તિને પીડા થતી નથી. NAPQI રસાયણ કરોડરજ્જુમાં TRAP 1 antagonist નામના પ્રોટીનની માત્રા વધારી દે છે. આ પ્રોટીન કરોડરજ્જુના પ્રાથમિક સંદેશક neuron/ ચેતાકોષ તરફના માર્ગને મોકળો કરી નાખે છે. આ માર્ગ દ્વારા વધુ કેલ્શિયમ તથા સોડિયમ તેમાં પ્રવેશે છે. આ બંને તત્વો પીડાના સિગ્નલો ત્યાથી મગજ તરફ આગળ વધતા અટકાવે છે.

No comments:

Post a Comment