સાવધાન! શું તમે સરોવર, નદી,તળાવ,કે પછી પૂરતી દેખભાળ રાખ્યા વગરના સ્વિમિંગ પૂલ માં નહાવા જાવ છો ?
👉જો તમે સરોવર, નદી,તળાવ,કે પછી પૂરતી દેખભાળ રાખ્યા
વગરના સ્વિમિંગ પૂલ માં નહાવા જાવ છો તો આ વાંચવું તમારા માટે ખુબજ જરૂરી બની જય છે.
ક્યાંક આવી જગ્યાએ નહાવું મૃત્યુ નું કારણ પણ બની સકે છે.
👉નેગલેરિયા ફાઉલેરી નામનું એક કોશિય જીવ
કે જેને મગજ ખાનાર અમીબા પણ કહે છે તે સરોવર, નદી,તળાવ,કે પછી પૂરતી દેખભાળ રાખ્યા વગરના
સ્વિમિંગ પૂલ જેવા પાણી માં જોવા મળે છે.હવે આપણે જોઈએ કે તે કેવી રીતે નુકશાન કરે
છે.
ચેપ કેવી રીતે લાગે ??
👉જ્યારે આવા
પાણી ના સ્ત્રોત માં કૂદીની પડવામાં આવે કહી ત્યારે દૂષિત પાણી થકી આ એક કોશિય જીવ
અનુનાશિકા માર્ગમાં પ્રવેશ કરે છે અને તે ઘ્રાણેન્દ્રિય જ્ઞાનતંતુ દ્વારા મગજમાં સ્થળાંતર કરે છે, જે મગજની પેશીઓમાં ગંભીર બળતરા અને વિનાશ તરફ
દોરી જાય છે. ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો જોઈએ.
લક્ષણો
👉શરૂઆતના લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, ઉબકા, ઉલટી અને અકડાઈ ગયેલી ગરદનનો સમાવેશ થઈ શકે છે.
જેમ જેમ ચેપ આગળ વધે છે તેમ તેમ લક્ષણો વધુ બગડી શકે છે અને તેમાં મૂંઝવણ, હુમલા, આભાસ, કોમા અને
મૃત્યુનો સમાવેશ થઈ શકે છે.
સારવાર
👉વિવિધ દવાઓના સંયોજન દ્વારા તેની સારવાર થઈ શકે છે પરંતુ આ ચેપથી મૃત્યુ દર 97%
જેટલો છે જેથી બચવાની શકયતા ખૂબ ઓછી રહેલ છે.
અજાણ્યા પાણી કે પછી બંધિયાર પાણીમાં નહતા પહેલા
આ બધી બાબતો વિષે જાણકારી હોવી ખુબજ મહત્વની છે અન્યથા ગંભીર પરિણામ આવી શકે છે.
No comments:
Post a Comment